મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામની સિમમાં વિદેશી દારૂની સીએનજી રીક્ષામાં હેરફેર કરી રહેલા એક શખ્સને ઝડપી લઈ વિદેશી દારૂની નાની - મોટી બોટલ સહિત 1,19,600નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામની સીમમાં પાર્થ હોટલ પાસેથી બાતમીને આધારે જીજે - 21 - એક્સ - 8319 નંબરની રીક્ષા લઈને પસાર થતા આરોપી રિયાઝ રફીકભાઈ પઠાણ ઉ.20 રહે.ન્યુ રેલવે કોલોની મોરબી નામના શખ્સને વિદેશી દારૂના ચપલા નંગ 96 તેમજ 750 મીલીની 12 બોટલ મળી 19,600ની કિંમતનો વિદેશી દારૂ તેમજ રૂપિયા 1 લાખની સીએનજી રીક્ષા મળી કુલ 1,19,600ના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.