મોરબી : કાળઝાળ ગરમીમાં પશુ પંખીઓને રાહત મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આજ રોજ મયુર નેચર ક્લબ દ્વારા મોરબીમાં નિ:શુલ્ક કુંડા અને પાણીના પરબીયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આજે તારીખ 21 એપ્રિલ ને રવિવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન મોરબીના હાઉસિંગ બોર્ડ, મહારાણા પ્રતાપ ચોક ખાતે આવેલા ગેંડા સર્કલ ખાતે મયુર નેચર ક્લબ દ્વારા કુંડા, પાણીના પરબીયાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ આ વિતરણ વ્યવસ્થાનો લાભ લીધો હોવાનું પ્રમુખ મહાદેવભાઈ પ્રજાપતિ, ચેરમેન એમ.જી. મારુતિ અને પ્રોજેક્ટ ચેરમેન અજયભાઈ અનડકટે જણાવ્યું હતું.