વાંકાનેર : પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીના વિવાદને પગલે વાંકાનેરના સરધારકા ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર કરવામાં આવી છે.આ મામલે ગામ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સર્વ સમાજને સાથે લઇ ગામ સમસ્તે પરષોત્તમ રૂપાલાના વિરોધમા મીટિંગ કરી આ સ્વાભિમાનની લડાઈમા ભારતીય જનતા પાર્ટીનો ગામમા પ્રવેશબંધ તેમજ તેના વિરોધપક્ષમા મતદાન કરવાનો નિર્ણય લીધેલ છે.