મોરબી: સાર્થક વિદ્યામંદિર- મોરબી તેમજ સંસ્કૃતિ આર્ય ગુરુકુળ- રાજકોટ દ્વારા મોરબીમાં વૈદિક પેરેન્ટિંગ અંગે સેમિનાર યોજાયો હતો.મોરબીમાં યોજાયેલા વૈદિક પેરેન્ટિંગ સેમિનારમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના આચાર્ય મેહુલભાઈ દ્વારા બાળકોના અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિકાસના તબક્કા, બાળકોના અન્નમય કોષના વિકાસ માટે સાત્વિક અન્નનું મહત્વ તેમજ પ્રાણમય કોશના વિકાસ માટે નિયમો, સહનશીલતા અને સ્વાવલંબન બાળકોને વ્યવહાર દ્વારા કેવી રીતે શીખવવા તેની વિસ્તારથી સમજૂતી આપવામાં આવી હતી. વૈદિક પેરેન્ટિંગના 100 સૂત્ર છે, જે મનોવિજ્ઞાન આધારે લખાયેલા છે, તે માતા-પિતાએ સમજવા ખૂબ જરૂરી છે, તે વાતની અનુભૂતિ કરાવાઈ હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી યોજાઈ હતી જેમાં માતા-પિતાએ મુંઝવતા પ્રશ્નો પૂછ્યા હતા. અંતમાં કિશોરભાઈ શુક્લ દ્વારા સમાપન વક્તવ્ય યોજાયું હતું. જ્ઞાનસભર આ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.