મોરબી : ગુજરાત પોલીસ દ્વારા 'ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી' કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે ત્યારે મોરબી પોલીસ દ્વારા સોની સમાજના વેપારીઓના પ્રશ્નોની ચર્ચા માટે સોની સમાજની વાડી, પારેખ શેરી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગ્રીનચોક બીટના પી.એસ.આઈ. મેડમ સહીત પ્રવીણસિંહ તથા ભાવેશભાઈએ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સોની સમાજના પ્રમુખ દ્વારા પી.એસ.આઈ. મેડમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સોની સમાજના મંત્રી નિલેશભાઈ સી. પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.