વાંકાનેર : વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર પ્રગતિ કોમ્પ્લેક્સમા ભાડુઆતો પાસેથી ભાડું ઉઘરાવવાનું કામ કરતા યુવાને ભાડાની ઉઘરાણી કરતા પિતા અને પુત્રએ આ બાબતનો ખાર રાખી યુવાનના ઘરે જઈ હુમલો કરી યુવાનના પિતાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ ઉપર પ્રગતિ કોમ્પ્લેક્સમા રહેતા અમીનભાઈ રફીકભાઈ દાદવાણી નામના ભાડુઆત પાસેથી બાકી ભાડું આપવા માટે સાહિલ નામના યુવાને ફોન કરતા બાકી ભાડું આપવાને બદલે આરોપી અમીનભાઈ રફીકભાઈ દાદવાણી અને તેના પુત્ર સૈફ અમીનભાઈ દાદવાણીએ સાહિલભાઈના ઘેર જઇ ઝઘડો કરી સાહિલભાઈના પથારીવશ પિતા રાજેશભાઇ સદરૂદિનભાઈ સોમાણી ઉ.57ને માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા એકાદ મહિનાથી વાંકાનેરમાં પોલીસની ધાક ઓસરી હોય તે રીતે સરાજાહેર આવા મારામારીના બનાવ બની રહ્યા છે ત્યારે ગઇકાલની ઘટનામાં ઘરમાં ઘુસી અશક્ત વૃદ્ધને માર મારવાની ઘટનામાં આરોપીઓની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થયાનું જાણવા મળે છે.