મધ્યરાત્રીએ બઘડાટી બોલાવી દોડાવી, દોડાવી લોખંડની ટોમી વડે માર મરાયોહળવદ : હળવદ શહેરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે મધ્યરાત્રીના બઘડાટી બોલાવી બે સગાભાઈઓ ઉપર પિતા પુત્રોએ હુમલો કરી દોડાવી દોડાવી માર મારી લોખંડની ટોમી વડે પગમાં ફ્રેક્ચર કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના રાજોધરજી સ્કૂલ પાસે રાત્રીના સમયે આવતી બસમાં ઉતરતા પેસેન્જરના ફેરા કરતા નરેશભાઈ ચંદુભાઈ વીંધાણી અને તેમના ભાઈ વિષ્ણુભાઈ પેસેન્જર સાથે ભાડું નક્કી કરતા હતા ત્યારે આરોપી આનંદ ઘનશ્યામભાઈ મકવાણા, અશોક ઘનશ્યામભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ મકવાણા ત્યાં આવ્યા હતા અને અહીં રીક્ષા લઈને ઉભું ન રહેવું કહી ઝઘડો કરી વિષ્ણુભાઈને લાફા ઝીકી હુમલો કરતા બન્ને ભાઈઓએ દોડીને ભાગવા લાગતા ત્રણેય આરોપી પિતા પુત્રો પણ પાછળ દોડતા આવ્યા હતા અને લોખંડની ટોમી વડે તેમજ લાકડાના ધોકા વડે માર મારતા ફરિયાદી નરેશભાઈને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય પિતાપુત્રો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.