ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાના આર્ય વિધાલયમ્ સામે ટ્રક અને સ્કોર્પિયો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.અકસ્માતે પગલે એક તરફનો રસ્તો બંધ થતા ટ્રાફિક જામ સર્જાયો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીથી રાજકોટ તરફ જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી સ્કોર્પિયો ગાડી ધડાકાભેર અથડાતા અકસ્માત થયા હતો. અકસ્માત બાદ ટ્રક શાળાની દિવાલ તોડી ગ્રાઉન્ડમાં ઘુસી ગયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાની જાણવા મળે છે હાલમાં ટંકારા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.