Morbi : વર્ધમાન એપાર્ટમેન્ટથી વજેપર સ્મશાન તરફ જતા આલાપ રોડ પર વારંવાર ગટર ઉભરાય છે. મહિનામાં ચારથી પાંચ વખત આવી સ્થિતિ થાય છે. જેનાથી લોકોને ભારે મુશ્કેલી સર્જાય છે. વાહનોની ભારે અવરજવર હોવા છતાં અને આ બાબતે રજૂઆત બાદ પણ નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવાતા ન હોવાના સ્થાનિકોના આક્ષેપ.