મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે. જેમાં પ્રભુજીને ભવ્ય અંગ રચના સાથે પ્રતિવર્ષની માફક રાત્રીના 9:30 કલાકે પરમાત્મા ભકિતનો કાર્યક્રમ યોજેલ છે.મધ્યરાત્રીના 12:00 કલાકે પરમાત્માનો જન્મોત્સવ સંગીત સાથે ઉજવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ મોરબીના જ ભાવેશભાઈ એન. દોશી (જૈન સંગીતકાર) કલાપૂર્ણ ભકિત ગ્રુપ દ્વારા કરવામાં આવશે. તો મોરબીના ધર્મપ્રેમી શ્રાવક, શ્રાવિકાઓ તથા સકલશ્રી સંઘોને પધારવા રીલીફ નગર જૈન દેરાસર કમિટી મેમ્બર્સ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.