હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા રાજસ્થાનના શખ્સની મોરબી પેરોલ ફર્લો સ્કોડે મધ્ય પ્રદેશથી ધરપકડ કરી છે.મળતી માહિતી પ્રમાણે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનાનો આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકિશન ગુજર (રહે, માતાજી કા ખેડા જવાસીયા ગામ તા. ગંગસર, જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન) હાલ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી ખાતે આવેલ જયેશ કોટન મિલમાં ટ્રક ટ્રેઈલર લઈ માલ ભરવા આવ્યો હોવાની ચોક્કસ બાતમી મોરબી પેરોલ ફર્લો સ્કોડની ટીમને મળી હતી. જેથી પેરોલ ફર્લો સ્કોડની ટીમ મધ્ય પ્રદેશ પહોંચી હતી. જ્યા આરોપી હાજર હોય તેને ઝડપીને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.