મોરબી : શ્રી રોકડીયા હનુમાનજી મંદિર - વાઘપર(પી.) મુકામે સંઘાણી પરિવાર દ્વારા આગામી 23 એપ્રિલ ને મંગળવારના રોજ શ્રી હનુમાન જયંતી નિમિત્તે શ્રી હનુમંત મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદ અને સમસ્ત સંઘાણી પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ શુભ અવસરે સમસ્ત સંઘાણી પરિવારના કુટુંબીજનોએ સહપરિવાર મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદમાં સહભાગી થવા રોકડીયા હનુમાનજી ટ્રસ્ટ વાઘપર(પી.) વતી ખાસ હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.