મોરબી : મોરબીની નવયુગ કરિઅર એકેડમી દ્વારા મોરબી જિલ્લામાં પીએસઆઇ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે તારીખ 21 એપ્રિલથી નિઃશુલ્ક ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટ્રેનિંગમાં ભાગ લેવા માટે કોઇપણ ઉમેદવારોને એક પણ રૂપિયો ફી ભરવાની નથી, નિષ્ણાંત ફિઝિયો કોચ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ માટે વિશાળ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રેનિંગનો સમય સવારે 6:00 થી 7:30 અને સાંજે પણ 6.00 થી 7:30 સુધીનો છે. પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારોને આ તાલીમનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તાલીમના રજીસ્ટ્રેશન માટે 97272 47472 પર નામ નોંધાવવું ફરજિયાત છે.