મોરબી : મોરબીના રવાપર ગામે ઉમા હોલ ખાતે તા.૧૭ને બુધવારના રોજ રામ નવમીના દિવસે વિના મૂલ્યે પક્ષીઓનાં માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે.સવારે ૯ થી ૧૨ દરમિયાન આ વિતરણ કાર્ય ચાલશે. ઉનાળામાં પક્ષી માટે પાણીનું પરબ બાંધવુંએ આપણી ફરજ છે. તો આ વિતરણનો લાભ જરૂરથી લેવા હિરેનભાઈ (ઉમા હોલ રવાપર) અને ચન્દ્રકાંતભાઈ કોઠીયા દ્વારા અનુરોધ કરાયો છે.