કુદરતી હાજતે ગયેલ બન્ને બહેનો એક સાથે ગુમ થતા ચકચારમોરબી : મોરબી શહેરના રવાપર રોડ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની સગીરવયની દીકરી અને યુવતી કુદરતી હાજતે ગયા બાદ ઘેર પરત ન ફરતા સગીરાના પિતાએ સગીરાનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાનું અને તેમની બીજી દીકરી પણ સાથે ગઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર નવજીવન સ્કૂલ પાસે ખુલ્લા પ્લોટમાં છાપરું બાંધીને રહેતા પરિવારની સગીરવયની દીકરી અને અને યુવાન પુત્રી બપોરના સમયે કુદરતી હાજતે ગયા બાદ બન્ને લાપતા બનતા સગીરા અને પરિણીત યુવતીના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા પોતાની સગીરવયની દીકરીનું કોઈ અજાણ્યો શખ્સ લગ્નની લાલચે અપહરણ કરી ગયાનું અને તેની સાથે તેમની પરિણીત યુવતી પણ સાથે ચાલી ગઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.