Morbi: કેન્દ્રીય મંત્રી અને સ્ટાર પ્રચારક પરસોત્તમ રૂપાલા તારીખ આજરોજ પ્રચારાર્થે મોરબી આવી રહ્યા છે. ત્યારે આ મહારેલી અને મહાસભા દરમિયાન રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગરના સાંસદનાં ઉમેદવાર જોડાશે તેવા સમાચાર મળે છે.પરસોત્તમ રૂપાલાની સાથે સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા પણ આવશે, જ્યારે કચ્છના ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને જામનગરથી પૂનમબેન માડમ પણ આવી શકે તેવી શકયતા છે.મળતી માહિતી પ્રમાણે, આજે સાંજે 5 કલાકે ભક્તિનગર સર્કલથી મહારેલી શરૂ થશે, ત્યાંથી ઉમિયા આશ્રમ, ઉમિયા સર્કલ, અવની ચોકડી/સુભાષનગર, રવાપર ચોકડી, વર્ધમાન ચોકડી, એસ.પી. ચોકડીથી ક્લાસિક પાર્ટી પ્લોટ પહોંચશે. સાંજે 7 કલાકે ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે ભાજપની મહાસભા યોજાશે. કાર્યક્રમના અંતે ભોજન સમારોહનું આયોજન કરાયું છે.