- text
મોરબી: લીઓ તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સહયોગથી આવતીકાલે તારીખ 16 એપ્રિલ મંગળવારના રોજ સવારે 10 થી 1 કલાકે શહેરમાં આવેલા અલગ અલગ 6 ક્લિનિકમાં બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા વિનામુલ્યે પીવડાવવામાં આવશે.
- text
લીઓ તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી આયોજિત આ કેમ્પ અંતર્ગત મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલુ સહયોગ ક્લિનિક, પંચાસર રોડ પર આવેલુ જી’ નામ ક્લિનિક, ઉમાટાઉનશીપ રોડ પાસે ઉમા ક્લિનિક, ઘૂંટુંમાં આવેલુ નિલકંઠ ક્લિનિક, શનાળા રોડ પર આવેલુ શિવાલિક ક્લિનિક થતા વાવડી રોડ પર લાઈફ કેર ક્લિનિક ખાતે બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા અપાશે. કેમ્પની વધુ માહિતી મેળવવા માટે મોં. 81417 72022 સંપર્ક કરવા જણાવાયું છે.
- text