મોરબી : મોરબીમાં આજે ડો.બાબા સાહેબ આંબેડકરજીની 133 મી જન્મ જયંતી નિમિત્તે ભડિયાદ રોડ પર આવેલા તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલ ખાતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.મોરબી ખાતે આજે સાંજે 5 વાગ્યે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરાશે ત્યાર બાદ સાંજે 5:30 વાગ્યે કેક કાપીને ઉજવણી કરવામાં આવશે તેમજ સાંજે 6 વાગ્યે ડો બાબા સાહેબ આંબેડકરનાં જીવન સંઘર્ષ તેમજ વિચારધારા વિશે વક્તા કેવલસિંહ રાઠોડ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવશે. કાર્યક્રમના અંતમાં સમૂહ ભોજનનું આયોજન કરાયું છે.