મોરબી : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપના સ્ટાર પ્રચારક પરસોત્તમભાઈ રૂપાલા આવતીકાલે તારીખ 15 એપ્રિલના રોજ પ્રચારાર્થે મોરબી આવી રહ્યા છે. આવતીકાલે મોરબીમાં મહારેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી ખાતે આવતીકાલે 15 એપ્રિલને સોમવારે સાંજે 5 કલાકે ભક્તિનગર સર્કલથી ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા પ્રચાર માટે આવી રહ્યા હોય મોરબી ખાતે મહારેલી યોજવાના આવી છે, ભક્તિનગર સર્કલથી રેલી શરૂ થયા બાદ ત્યાંથી ઉમિયા આશ્રમ, ઉમિયા સર્કલ, અવની ચોકડી, સુભાષનગર, રવાપર ચોકડી, વર્ધમાન ચોકડી, એસ.પી. ચોકડીથી ક્લાસિક પાર્ટી પ્લોટ પહોંચશે.ત્યાર બાદ સાંજે 7 કલાકે ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે ભાજપની મહાસભા યોજાશે અને કાર્યક્રમના અંતે ભોજન સમારોહનું આયોજન કરાયું હોવાનું મોરબી ભાજપ દ્વારા જાહેર કરાયુ છે.