મોરબી : આજરોજ 14 એપ્રિલ એટલે ભારતનાં બંધારણના ઘડવૈયા, ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે આજરોજ મોરબીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુંડો. બાબાસાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતી નિમિત્તે સમસ્ત મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મોરબીમાં આજે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. ડો. બાબાસાહેબની યાદમાં વિવિધ પ્રતિકૃતિ સાથે ખૂબ જ મોટી જનમેદની સાથે આ શોભાયાત્રા મોરબીના માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં 4 હજાર જેટલાં લોકો જોડાયા હતા અને ડો. બાબાસાહેબની જન્મજયંતીની ઉજવણી કરી હતી.