હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી શૈલેષ પ્રેમજી કોળીની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો તેમજ દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 1950નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.