હળવદ : હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે આગામી તારીખ 28 એપ્રિલ ને રવિવારે અથર્વ વેલનેસ સેન્ટર દ્વારા મુખ્ય ચિકિત્સક ડો. બી.બી. લીંબાસીયાના માર્ગદર્શન હેઠળ નિ:શુલ્ક પ્રાકૃતિક ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.નવા દેવળિયા ગામની પટેલ સમાજ વાડી ખાતે 28 એપ્રિલે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાનાર આ પ્રાકૃતિક ચિકિત્સા શિબિરમાં એસિડિટી, કબજિયાત, માઈગ્રેન, બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, થાઇરોડ, ઘૂંટણના વા તથા દુઃખાવા, ચામડીના રોગ, વજન ઘટાડો, દમ, અસ્થમા, સાઇટીકા, કિડનીની સમસ્યા, ગેસ, લીવરની સમસ્યા, ગોલ બ્લેડર તથા કિડનીની પથરી, સ્ત્રીઓના ગાયનેક પ્રોબ્લેમ સહિતની સમસ્યા અંગે નિદાન કરી આપવામાં આવશે.