મોરબી : સ્વામિનારાયણ સમર્પિત સત્સંગ સમાજ મોરબી દ્વારા આગામી તા.18થી 24 દરમિયાન રવાપર ઘુનડા રોડ પાસે આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે 412મી શ્રીમદ સત્સંગી જીવન કથા તેમજ ઘરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના સનસીટી ગ્રાઉન્ડ ખાતે તારીખ 18 (ગુરૂવાર) થી 24 (બુધવાર)એપ્રિલ 2024 સુધી દરરોજ રાત્રે 8:30 વાગ્યા દરમિયાન સ્વામી નિત્યસ્વરૂપદાસજી (સરધાર વાળા) વ્યાસાને બિરાજી કથાનું રસપાન કરાવશે. આ ધાર્મિક પ્રસંગે બહોળી સંખ્યામાં તમામ હરિભક્તોને લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.