મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિશાળ ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનના નિર્માણ કાર્યનો શુભારંભ આગામી તારીખ 14 એપ્રિલ ને રવિવારના રોજ થશે. રવિવારે સવારે 9-30 કલાકે અન્નપૂર્ણા ભુવનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવન સેન્ટ્રલી એ.સી, બે રૂમ, લીફ્ટ, જનરેટર સહિતની સુવિધાઓથી સુસજ્જ રહેશે. જલારામ પ્રાર્થના મંદિર-મોરબીની સેવા નો વ્યાપ વિસ્તારવાના હેતુસર મોરબીના ડો. કુસુમબેન એ. દોશી પરિવાર દ્વારા મુખ્ય દાતા તરીકે સહયોગ અર્પણ કરવામાં આવ્યો છે. ત્યારે સુવિધાઓથી સુસજ્જ વિશાળ સેન્ટ્રલી એ.સી. ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવનનું ખાતમૂહુર્ત હિરેન્દ્રભાઈ અમૃતલાલ દોશી (ટંકારાવાળા) ના વરદ્ હસ્તે યોજાશે. દરેક જલારામ ભક્તોને ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનના ખાતમૂહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયું છે.ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન-મોરબીના દાતાઓમાં મુખ્ય દાતા ડો. કુસુમબેન એ. દોશી પરિવાર, ટાઈલ્સના દાતા મનુભાઈ ફેફર પરિવાર (Moto tiles), રૂમ નં-૧ના દાતા મગનભાઈ કેશવજીભાઈ રૈયાણી પરિવાર (Sun ray tiles pvt.ltd.), રૂમ નં-૨ના દાતા સ્વ.મનહરલાલ હરીલાલ રવાણી પરિવાર (હ.રીટાબેન મનહરલાલ રવાણી) છે. અન્નપૂર્ણા ભુવનના પ્રેરક સહયોગીઓ સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ), સ્વ. રમણીકલાલ જગજીવનભાઈ પોપટ પરિવાર (હ. નિતીનભાઈ તથા દીપકભાઈ-રીધ્ધિ ફટાકડા), સ્વ.સરસ્વતીબેન જશરાજભાઈ ઘેલાણી પરિવાર, સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર (હ. હરીશભાઈ હાલાણી), મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન), મનોજભાઈ સવજીભાઈ પંડિત પરિવાર, ઉપેન્દ્રભાઈ કાથરાણી પરિવાર, આર્કીટેક અનીલભાઈ મીરાણી છે.જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે નિર્માણાધીન ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનમાં સહયોગ અર્પણ કરવા માટે ગીરીશભાઈ ઘેલાણી- મો.૯૮૨૫૦૮૨૪૬ અથવા ઉપેન્દ્રભાઈ કાથરાણી-મો.૯૮૨૫૨૨૩૨૦૪ અથવા હરીશભાઈ રાજા-મો.૯૮૭૯૨૧૮૪૧૫ અથવા ચંદ્રવદનભાઈ પુજારા-મો.૯૮૨૫૨૩૩૮૯૮ અથવા નિર્મિતભાઈ કક્કડ-મો.૯૯૯૮૮૮૦૫૮૮નો સંપર્ક કરવો.