મોરબી : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં આવેલા ગોઠાજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ ની કામગીરી ના લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છે.આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:1) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 14 એપ્રિલ, 2024 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.2) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 14 એપ્રિલ, 2024 ના રોજ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. આ રીતે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.[caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]