હળવદ પોલીસની કાર્યવાહી : ઝડપાયેલ ડમ્પરોને ખાણ ખનીજનો મેમો અપાશેહળવદ : રેતીની ખનીજ ચોરી માટે કુખ્યાત હળવદ તાલુકામાં હવે પોલીસે રેતીચોરો સામે મેદાનમાં આવી છે. હળવદ હાઇવે ઉપર દેવળીયા ચોકડી નજીકથી ગતરાત્રિના હળવદ પોલીસે ગેરકાયદેસર રેતી ચોરી કરી મોરબી તરફ જતા ચાર ડમ્પરને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી ખાણ ખનીજનો મેમો આપવાની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ હાઇવે પર આવેલ દેવળીયા ચોકડી પાસે ગતરાત્રિના હળવદ પીઆઇ આર.ટી વ્યાસ સહિતના પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા તે અરસામાં હળવદ તરફથી મોરબી તરફ જઈ રહેલા ચાર રેતી ભરેલા ડમ્પરોને અટકાવી પૂછપરછ કરાતા ડમ્પરમાં ગેરકાયદેસર રેતી ભરી હોવાનું સામે આવતા ડમ્પર નંબર જીજે-૦૩-બીટી-૧૪૬૯,જીજે-૧૦-ટીવાય-૯૭૨૦,જીજે-૩૬-વી-૧૯૫૯ અને જીજે-૩૬-વી-૧૯૫૩ને હળવદ પોલીસ મથકે લઈ આવી ખાણ ખનીજને જાણ કરી તપાસ હાથ ધરી છે.