હળવદ : સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ પક્ષના ઉમેદવાર અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર 15 એપ્રિલે વિજય સંકલ્પ સાથે સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરશે.સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ પક્ષના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા અને કોંગ્રેસના ઉમેદવાર રૂત્વીકભાઈ મકવાણા 15 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. શિહોરા સવારે 9:30 કલાકે ઉમેદવારી પત્ર ભરશે જ્યારે મકવાણા 10 વાગ્યે ઉમેદવારી પત્ર ભરનાર હોવાનું જાણવા મળ્યું છે.