મોરબી : નવા જેતપર ગામે આવેલા ગીરનારી આશ્રમ હનુમાનજી મહારાજના મંદિરે આગામી તારીખ 15 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.નવા જેતપરના ગીરનારી આશ્રમ સંકટ મોચન હનુમાનજી મંદિરના આંગણે 15 એપ્રિલ ને સોમવારથી 21 એપ્રિલ ને રવિવાર સુધી શ્રીમદ ભાગવત કથા પારાયણ યોજાશે. જેમાં સુપ્રસિદ્ધ કથા પ્રવક્તા કાલીદાસ મહારાજ (આનંદ આશ્રમ-દેકાવાડા) વ્યાસપીઠ પર બીરાજી દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 2-30 થી 5-30 સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. પોથીયાત્રા 15 એપ્રિલે સવારે 8-30 કલાકે ચકમપર ગામથી કથા સ્થળ સુધી યોજાશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. કથા દરમિયાન દરરોજ વિવિધ સંતો પધરામણી કરશે. તો આ કથાનો લ્હાવો લેવા મહંત કૈલાશગીરી બાપુએ આમંત્રણ પાઠવ્યું છે