મોરબી : હળવદ શહેરમાં આવેલી મહર્ષિ ઈંગ્લીશ સ્કુલ ખાતે આજરોજ વાર્ષિક ઉત્સવ કલાર્પણ યોજાયો હતો. જેમાં બાળકોએ વર્ષ દરમિયાન મેળવેલી શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી.મહર્ષિ ઈંગ્લીશ સ્કૂલ આયોજિત આ કાર્યક્રમમાં હળવદ શહેરના 3500 જેટલા વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાને નમસ્કાર, સોશ્યલ મીડિયા અંગે જાગૃતિ, ઓલ્ડ ઈઝ ગોલ્ડ , પર્યાવરણ અંગે જાગૃતિ, શિક્ષણ ગાથા, જેવી કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની વિવિધ કલા પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરનાર તમામ સ્ટાફને મહર્ષિ ગુરુકુલના મેનેજિંગ ડિરેક્ટર રજનીભાઇ સંઘાણીએ અભિનંદન પાઠવ્યા હતા.