મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમા આજે ઘઉંની આવકમાં વધારો જોવા મળ્યો છે જ્યારે ધાણાની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે ઘઉંની આવક 10505 મણ થઇ હતી અને ઘઉંનો ભાવ મણે નીચામા 441 અને ઉંચામા 641 બોલવામાં આવ્યો હતો.મોરબી યાર્ડના આજે ધાણાની 280 મણ આવક થઇ હતી જે ગઈકાલની તુલનાએ આજે 190 મણ જેટલી ઓછી જોવા મળી છે. ધાણાનો ભાવ મણે નીચામા 1015 અને ઉંચામા 1469 બોલવામાં આવ્યો હતો.