મોરબી : આગામી તા.14 એપ્રિલને રવિવારે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત પ્રેરિત ચોટીલા ડુંગર પરિક્રમા દરમિયાન મોરબીની સેવાભાવી સંસ્થા દ્વારા પદયાત્રિકો માટે ધોમધખતા તાપમાં છાસ વિતરણ કરવામાં આવશે.આગામી તા.14ના રોજ ચોટીલા ડુંગર પરિક્રમાનો નવગ્રહ મંદિર તળેટી ખાતેથી પ્રારંભ થશે જેમાં મોરબીની સંસ્થા ગુર્જર સુતાર જ્ઞાતિ તેમજ વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ, વિશ્વકર્મા ધૂન મંડળ, વિશ્વકર્મા સેવા સેતુ ગ્રુપ અને વિશ્વકર્મા મિત્ર મંડળ દ્વારા પદ યાત્રિકો માટે આશરે 15 હજાર લીટર ઠંડી છાસ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.