મોરબી : મોરબીના સ્વ.ડો. પ્રશાંત મેરજાની 16મી પુણ્યતિથિ નિમિતે આગામી તા.14 એપ્રિલ રવિવારના રોજ સવારે 8:30 થી 12 વાગ્યા સુધી ગરીબ દર્દીઓ માટે કંડલા બાયપાસ રોડ પર આવેલા ક્રિષ્ના હોલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન, સારવાર કેમ્પ યોજાશે.ગરીબ દર્દીઓની નિઃશુલ્ક સારવારની નેમ સેવનાર સ્વ. ડો.પ્રશાંત મેરજાના વિચારને અમર રાખવાના આશયથી ડો.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા આગામી તા.14મીએ મોરબી ખાતે નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું છે, આ સર્વરોગ નિદાન કેમ્પમાં મોરબીના 8થી વધુ ડોકટરની ટીમ સેવા આપશે. જેમાં ડો. ભાવિન ગામી, ડો. હિતેષ કણઝારિયા, ડો. અક્ષય જાકાસણીયા, ડો. યોગેશ પેથાપરા, ડો. કિશન બોપલીયા, ડો. ભાવેશ શેરસીયા, ડો. મેહુલ પનારા, ડો. તૃપ્તી સાવરિયા સેવા આપશે. આ મેડિકલ કેમ્પનો ગરીબ દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.