મોરબી : મોરબીના કેશર ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા આગામી તારીખ 14 એપ્રિલ ને રવિવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.14 એપ્રિલ ને રવિવારના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી મોરબીના પંચાસર રોડ પર રાજનગર સોસાયટીમાં કિશન પાર્ક ખાતે આવેલી સત્યમ વિદ્યાલયમાં યોજાનાર આ કેમ્પમાં ડો. મીત્તલ રૈયાણી અને ડો. પ્રિયા પટેલ સેવા આપશે. જેમાં મનોવિકલાંગ, બોલવામાં તકલીફ થવી, જન્મથી ડોક ત્રાસી રાખવી, મોંનો લકવો, આંખ ત્રાસી રહેવી, ધીમો વિકાસ થવો, ચાલવામાં તકલીફ થવી, પગનો પંજો ત્રાસો રાખવો વગેરે તકલીફ ધરાવતા બાળકોનું ફ્રિમાં નિદાન કરવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. 9727841107 પર સંપર્ક કરવા જણાવાયું છે. કેમ્પમાં આવનારે જુની ફાઈલ તથા રિપોર્ટ સાથે લાવવા જણાવાયું છે.