Morbi: સ્વ. ચંદુલાલ ધરમસીભાઈ શાહ હસ્તે. ઉમેશભાઈ સી. શાહ (બેંગ્લોર)ના સૌજન્યથી આગામી તારીખ 13 એપ્રિલ ને શનિવારના રોજ મોરબીમાં ડો. હસ્તીબેન મહેતાના 141માં એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.13 એપ્રિલ ને શનિવારે બપોરે 4 થી 6 વાગ્યા સુધી મોરબીના રાધેકૃષ્ણ મંદિર પાસે વાઘપરા સ્થિત સતવારા સમાજની વાડીમાં આ ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાશે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે અને ડાયાબિટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. જ્યારે જયસુખભાઈ પટેલ દ્વારા હાથ-પગ-કમરના સાંધાના દુઃખાવા તેમજ વાના દર્દીઓને પોઈન્ટ આપીને ફ્રી સારવાર આપવામાં આવશે.