મોરબી : આજ રોજ મોરબી સબજેલમાં બંધ મુસ્લિમ બંદિવાનોએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી નિમિત્તે નમાજ અદા કરીને ખુદાની બંદગી કરી હતી.મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનોએ રમઝાન માસમાં જેલમાં રોજા રહેતા હતા અને ખુદાની બંદગી કરતા હતા. ત્યારે આજે 11 એપ્રિલના રોજ રમઝાન ઈદ નિમિત્તે સમસ્ત મિયાણા (મુસ્લિમ) સમાજ મહાસંગઠન ટ્રસ્ટ ગુજરાતના મોલાનાઓ દ્વારા મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ ભાઇઓને ઇદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરાવી ખુદાની બંદગી કરાવવામાં આવી હતી. પર્વ દરમિયાન મોરબી સબ જેલના ઇ.ચા.અધિક્ષક પી.એમ.ચાવડા તથા ઇ.ચા.જેલર એ.આર.હાલપરાનાઓ સાથે જેલ સ્ટાફ દ્વારા પુરતો સાથ-સહકાર આપવામાં આવ્યો હતો.