હળવદ : હળવદ તાલુકાના ટિકર રણના બે કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી ટાણે જ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. જેને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય એરવાડિયા ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ તથા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય પટેલ વાસુદેવભાઇ ભીખાભાઇએ પ્રજાના વિકાસકામોનો મુદ્દો જણાવીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પક્ષમાંથી રાજીનામુ લેખિતમાં આપી દીધું છે. તેમ બન્ને આગેવાનોની યાદીમાં જણાવાયું છે.