Morbi: શહેરમાં આવેલા રવાપર રોડ પર વીજ ટ્રાન્સફોર્મર ભડ ભડ સળગી ઉઠતા આસપાસથી લોકો એકઠા થઇ ગયા હતા.ગાંધીચોકથી રવાપર રોડ પર જતા મુખ્ય માર્ગ પર બનેલી આ ઘટનામાં આગ લાગતાં કાળા ધુમાડાનાં ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા.વીજ ટ્રાન્સફોર્મરમાં ક્યા કારણોસર આગ લાગી તે હજુ જાણવા મળ્યું નથી. ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વાતાવરણમાં થતા ફેરફારને કારણે આવી ઘટના સામે આવતી હોય છે.