ચૈત્રી નવરાત્રિ વસંત નવરાત્રી અને તેને ‘રામ નવરાત્રી' તરીકે પણ ઓળખાય છેમોરબી : યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. હિંદી કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનો પહેલો મહિનો હોય છે અને ફાગણ મહિનો છેલ્લો મહિનો હોય છે. આજથી ચૈત્ર માસ શરૂ થઈ ગયો છે. ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી હિંદુઓના નવ વર્ષની શરૂઆત થાય છે, જેને શક સંવત કહેવામાં આવે છે. જેને ગુડી પડવો તરીકે પણ ઓળખવામાં આવે છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પણ આરંભ થાય છે.ચૈત્રી નવરાત્રીહિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ પર્વ નવરાત્રી ગણાય છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે. નવરાત્રીનું પર્વ મા દુર્ગાની પૂજાને સમર્પિત હોય છે. નવરાત્રી દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર માસની નવરાત્રી દરમિયાન ભક્તો માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમની વિશેષ પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે. ચૈત્ર મહિનાની નવરાત્રી વિશેષ ફળદાયી પણ ગણાય છે. ઉત્તર ભારતમાં આ નવરાત્રિની મોટા પાયે ઉજવણી થાય છે. જમ્મુમાં આવેલ વૈષ્ણોદેવીના મંદિરમાં આ સમય દરમિયાન નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.ચૈત્રી નવરાત્રિ વસંત નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીને 'રામ નવરાત્રી' પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે, મા દુર્ગાની પૂજા મૂળભૂત રીતે ચૈત્ર માસમાં કરવામાં આવતી હતી અને તેને ‘બસંત પૂજા'ના નામે ઓળખવામાં આવતી હતી, પરંતુ પાછળથી ભગવાન શ્રીરામે દુર્ગાપૂજાના સમયમાં ફેરફાર કર્યો હતો. ભગવાન શ્રીરામ રાવણ સાથેના યુદ્ધમાં વિજય મેળવવા માટે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા ઇચ્છતા હતા. પરિણામે તેઓએ અશ્વિન માસમાં મા દુર્ગાનું આહ્વાન કર્યું હતું. આ જ કારણે .વસંત નવરાત્રિની ઉજવણી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ (ઉત્તરાંચલ), હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યોમાં ખૂબ જ મોટા પાયે થાય છે. ભારતના આ રાજ્યોમાં રહેતા લોકો વસંત નવરાત્રિ દરમિયાન વ્રત અને ઉપવાસ કરે છે. ઉનાળાની શરૂઆતમાં આ તહેવાર આવતો હોઈ બદલાતી ઋતુ સાથે અનુકૂલન સાધવામાં પણ વ્રત અને ઉપવાસ ઉપયોગી થાય છે.ચૈત્ર મહિનાની નવરાત્રીના આઠમના દિવસે શક્તિ સ્વરૂપા માં ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચિયતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્કંધના વર્ણન મુજબ અશ્વિન મહિનાનાં નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રીએ તેમનો દિવસ (6 મહિને) પૂરો થતા રાત્રી શરૂ થાય છે.