આજે મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ પણ કહેવાય છેમરાઠી સમુદાયમાં આ દિવસે ગુડી એટલે કે વિજયનું ચિહ્ન લહેરાવવામાં આવે છેમોરબી : ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે હિંદુઓ કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. ગુડી પડવાનો દિવસ વણજોયું મુહૂર્ત કહેવાય છે. આ દિવસે નવા વર્ષ, શાલિવાહન શક સંવતનો પ્રારંભ થાય છે. મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગુડી પડવાની ઊજવણી કરવામાં આવે છે.ગુડી પડવોગુડીનો અર્થ થાય છે, વિજય પતાકા અને પડવાને ચંદ્રમાના પહેલા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. દેશના અલગ-અલગ ભાગોમાં આ તહેવારની ઊજવણી કરવામાં આવે છે. ચૈત્ર પ્રતિપદાને ગુડી પડવો, નવ સંવત્સર, ઉગાદી, ચેટી ચાંદ નામથી ઓળખવામાં આવે છે. આ પર્વ ગોવા અને કેરળમાં સંવત્સર પડવો, કર્ણાટકમાં યુગાડી, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગુડી પડવો, કાશ્મીરમાં નવરેહ, મણિપુરમાં સજિબૂ નોંગમા પાનબા, ઉત્તરપ્રદેશ અને મધ્ય ભારતમાં ચૈત્ર નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ પર્વના દિવસે ઘરને વિશેષ રૂપે શણગારવામાં આવે છે. ઘરના દરવાજા પાસે રંગોળી કરવામાં આવે છે.ગુડી પડવાનું મહત્વઆ દિવસે લોકો પોતાના ઘરમાં ગુડી લગાવે છે, જેના કારણે આ પર્વને ગુડી પડવો કહે છે. મરાઠી સમુદાયના લોકો વાંસની લાકડી લઈને તેના પર ચાંદી, તાંબા અથવા પિત્તળના કળશને ઊંધો મુકે છે. જેમાં કેસરી રંગનું પતાકા લગાવીને તેને લીમડાના પાન, આંબાના પાન અને ફૂલથી શણગારવામાં આવે છે અને ઘરના સૌથી ઉંચા સ્થાન પર લગાવવામાં આવે છે.ગુડી પડવાની માન્યતાઓ- બ્રહ્માજીએ આ દિવસે બ્રહ્માંડની રચના કરી હતી, આ કારણોસર ગુડીને બ્રહ્મધ્વજ પણ માનવામાં આવે છે.- મરાઠી સમુદાયના લોકો મહાન રાજા છત્રપતિ શિવાજીના વિજયને યાદ કરવા માટે ગુડી લગાવે છે.- આ દિવસે મહાન જ્યોતિષ આચાર્ય અને ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દિવસ અને વર્ષની ગણતરી કરીને પંચાંગની રચના કરી હતી. આ તિથિ પર ચંદ્રમાના ચરણનો પહેલો દિવસ હોય છે.- ત્રેતાયુગમાં આ દિવસે ભગવાન શ્રી રામે બાલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકથી મુક્ત કરાવ્યા હતા.- પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો.ગુડી પડવાની વાર્તાદંતકથા અનુસાર, ભગવાન શ્રી રામના સમયમાં રાજા બલી દક્ષિણ ભારતમાં શાસન કરતા હતા. જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતાને રાવણની કેદમાંથી મુક્ત કરવા લંકા જઈ રહ્યા હતા, ત્યારે તેઓ દક્ષિણ ભારતમાં પહોંચ્યા પછી સુગ્રીવને મળ્યા. સુગ્રીવ બલીનો ભાઈ હતો. સુગ્રીવે શ્રી રામને તેમની સાથે થયેલા અન્યાય અને બલીના કુશાસન અને આતંક વિશે જણાવ્યું. આ પછી ભગવાન શ્રી રામે બલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા. તે દિવસે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદાનો દિવસ હતો. આ પછી દક્ષિણ ભારતના લોકોએ ખુશીમાં વિજય ધ્વજ લહેરાવ્યો અને ઘરોમાં રંગોળી બનાવીને ઉજવણી કરી. ત્યારથી, દક્ષિણ ભારતમાં ગુડી પડવાના દિવસે ગુડી એટલે કે વિજયનું ચિહ્ન લહેરાવવામાં આવે છે અને આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.