Morbi: જિલ્લાના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 10 એપ્રિલના (બુધવાર) રોજ કેટલાક વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવશે.આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, વેરિટાસ JGY ફીડર ( ઊંચી માંડલ ગામ વિસ્તાર) માં સવારે 8 થી બપોરે 1 વાગ્યા તથા પાનેલી ખેતીવાડી ફીડરમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ ગ્રાહકોમાં દર્શાવેલ સમય સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.