મોરબી માર્કેટિંગ યાર્ડમાં એક સપ્તાહમાં 94 હજાર મણ ઘઉંની આવકઘઉંની બમ્પર આવક છતાં સરેરાશ પ્રતિમણ ઘઉંનો ભાવ રૂપિયા 408થી રૂપિયા 661 સુધી બોલાયાMorbi: નાણાકીય વર્ષના અંતમાં મીની વેકેશન બાદ મોરબી યાર્ડમાં શિયાળુ પાકની ધૂમ આવક જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં જ એટલે કે તા. 2 થી 8 સુધીમાં યાર્ડમાં ઘઉં, કપાસ, જીરુ, ચણા, રાયડો સહિતના જણસોની ઢગલાબંધ આવક થઇ છે જેમાં સૌથી વધુ આવક ઘઉંની 94 હજાર મણ જેટલી જોવા મળી હતી. ઘઉંના ભાવ પ્રતિમણના 408 થી લઈને 661 રૂપિયા સુધીના બોલાયા હતા સિંચાઈ સુવિધા ધરાવતા મોરબી જિલ્લામાં શિયાળુ પાકનું મબલખ વાવેતર બાદ ઉત્પાદન પણ બમ્પર આવ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબી માર્કેટિંગ યાર્ડમાં હાલ ખેડૂતો મબલખ ઘઉં ઠાલવી રહ્યા છે અને યાર્ડમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઘઉંની ખરીદી કરવા પણ આવી રહ્યા છે. મોરબી માર્કેટિંગ યાર્ડ માર્ચ એન્ડિંગની રાજા બાદ ખુલ્યું હતું અને ખુલતા જ ઘઉં, કપાસ, જીરુ, ચણા, રાયડો, ધાણા, વરિયારી,મેથી, એરંડા, તુવેર, સુવાદાણા સહિતના જણસોની બમ્પર આવક શરુ થઇ છે.ખાસ કરીને મોરબી યાર્ડમાં તા. 2 થી 8 સુધીમાં ઘઉંની 93,940 મણ આવક થઇ હતી અને આ સપ્તાહ દરમ્યાન ઘઉંનો ભાવ મણે 408 થી 661 સુધીનો બોલ્યો હતો. જયારે કપાસની 15,715 મણ આવક થઇ હતી અને તેનો ભાવ મણે 1300 થી 1620 બોલ્યો હતો, જીરુંની 14,400 મણ આવક થઇ હતી અને ભાવ મણે 4100 થી 4620 સુધી બોલ્યો હતો તેમજ રાયડાની 6290 મણ આવક થઇ હતી અને 840 થી 976 સુધીનો ભાવ રહ્યો હતો. સાથે જ ચણાની 12825 મણ આવક થઇ હતી અને સપ્તાહ દરમ્યાનનો 940 થી 1126 સુધીનો ભાવ બોલ્યો હતો.