મોરબી : ગત તારીખ 2 એપ્રિલના રોજ સાંજે 8 વાગ્યેથી ગાંધીધામના બે યુવકો ગુમ થયા છે. રાજદીપ શાંતિલાલ પંડ્યા (ઉં.વ. 17, મૂળ ભારાપર, તા. ભુજ, હાલ સપનાનગર, ગાંધીધામ) અને સાહિલ સાહેદ લોહાર (ઉં.વ 17, રાજવીનગર, ગાંધીધામ) નામના બન્ને યુવકો 2 એપ્રિલે ગાંધીધામથી ગુમ થયા હતા અને ત્યારબાદ 2 એપ્રિલે જ રાત્રે 11 વાગ્યે બન્નેનું છેલ્લું લોકેશન મોરબી સુપર માર્કેટ પાસે મળ્યું હતું. ત્યારબાદ તેઓનું લોકેશન મળ્યું નથી. બન્ને પાસે હોન્ડા સાઈન બાઈક GJ-12-HA-1220 મોરબીના નવા વર્ષ સ્ટેન્ડથી ખાલી બાઇક મળ્યું છે , યુવકો મળ્યા નથી બન્ને યુવકો અંગેની જે કોઈને જાણકારી મળે તેઓને મો.નં. 9712783059 અથવા 9909357786 અથવા 9978732812 પર સંપર્ક કરવા જણાવાયું છે.