4000 ખેડૂતોએ ચણા અને 953 ખેડૂતોએ રાયડા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, 15 જૂન સુધી ખરીદી ચાલુ રહેશેમોરબી : સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ ખેતપેદાશ ખરીદ કરવા કરેલી જાહેરાત અન્વયે માળીયા મિયાણા તાલુકામાં 4953 ખેડૂતોએ ચણા અને રાયડાના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેની ખરીદી શરૂ થઈ છે. 15 જૂન સુધી સરકાર ટેકાના ભાવે ખરીદી ચાલુ રાખશે.ગુજકો માશોલ અને નાફેડના સહયોગથી માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત રૂપિયા 1130ના ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા 953 ખેડૂતોએ તેમજ 1088ના ભાવે ચણાનું વેચાણ કરવા 4000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, સરકાર દ્વારા આગામી તા.15 જૂન સુધી આ ખરીદી ચાલુ રાખવામાં આવશે.ચણા અને રાયડાની ખરીદી પ્રક્રિયામાં ગુજકો માસોલ અને નાફેડના ડિરેકટર મગનભાઈ વડાવીયા, માળીયા તાલુકા સંઘ પ્રમુખ મનહર ભાઈ બાવરવા, પી.સી. જાકાસણીયા સહિતનાં આગેવાનોના હસ્તે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.