મોરબી : આગામી તા.14 એપ્રિલના રોજ મોરબી જિલ્લા અનુસુચિત જાતિ સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતી પ્રસંગે ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજશે.આગામી 14મી એપ્રિલ ને રવિવારના રોજ ભારતના સંવિધાનના રચયિતા એવા ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતીના ઉપલક્ષે મોરબી જિલ્લા અનુસુચિત જાતિ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા રેલ્વે સ્ટેશન રોડથી ત્રિકોણબાગ થઈ નેહરુંગેટ થઈ બાબા સાહેબની પ્રતિમા (મોરબી નગરપાલિકા) સુધી જશે. આ પ્રસંગે મહામાનવ એવા ડો. બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરવા તેમજ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા મોરબી જિલ્લા અનુસુચિત જાતિ સમાજ દ્વારા જિલ્લાના તમામ સમાજના ભાઈઓ, બહેનો અને વડીલોને અનુરોધ કરાયો છે.