મોરબી : મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા આગામી તારીખ 10 એપ્રિલ ને બુધવારના રોજ ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 10 એપ્રિલ ને બુધવારના રોજ ચેટીચંડ (ચૈત્ર બીજ)ના દિવસે જુલેલાલ જન્મોત્સવ નિમિત્તે મોરબીના સ્ટેશન રોડ પર આવેલા સિંધુભવન ખાતે સવારે 8 કલાકે ધ્વજા રોહણ કરવામાં આવશે. ત્યારબાદ 11 વાગ્યે મહા આરતી થશે અને બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સાંજે 5 કલાકે શોભાયાત્રા કાઢવામાં આવશે. આ પ્રસંગે સિંધી સમાજના પરિવારજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે અને બપોરે 3 કલાકે થી ફરજિયાત ધંધા રોજગાર બંધ રાખવા પણ અપીલ કરવામાં આવી છે.