ખાણખાણીજ વિભાગ મોરબીએ સવા કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યોટંકારા : મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે ટંકારા હાઇવે ઉપર ગેરકાયદે ખનીજ પરિવહન કરતા વાહનોનું ચેકીંગ કરી રેતીની ખનીજ ચોરી કરતા ચાર ડમ્પર પકડી પાડી અંદાજે સવા કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ટંકારા પોલીસને હવાલે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચના મુજબ રોયલ્ટી ઇન્સ્પેકટર રવિભાઈ કણસાગરા અને મિતેશભાઈ ગોજીયાએ ટંકારા હાઇવે ઉપર ચેકીંગ કરી ડમ્પર નંબર જીજે - 10 - ટીવાય - 6408, ડમ્પર નંબર જીજે - 10 - ટીવાય - 4757, ડમ્પર નંબર જીજે - 10 - ટીવાય - 0063 અને ડમ્પર નંબર જીજે - 03 - બીવાય - 9603ના ચાલકને બીનઅધિકૃત રીતે સાદી રેતીની ખનીજ ચોરી કરવા સબબ પકડી પાડી અંદાજે 1.25 કરોડનો મુદ્દામાલ ટંકારા પોલીસ મથક હવાલે કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા આકરો દંડ ફટકારવા કાર્યવાહી શરૂ કરી છે.