મોરબી : મોરબી તાલુકા ભાજપ સંગઠન દ્વારા રફાળેશ્વર ગામે મોદી પરીવાર સભા યોજાઈ હતી જેમાં જાંબુડીયા અને પાનેલી શકિતકેન્દ્રના 7 ગામના આગેવાનો તથા કાર્યકર્તા ભાઇઓ- બહેનોએ ભાગ લીધો હતો.ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અનુસાર સમગ્ર રાજ્યમાં શકિત કેન્દ્ર દીઠ મોદી પરીવાર સભાનું આયોજન કરવામા આવેલ છે. જે અન્વયે મોદી પરીવાર સભામાં નેતાઓ દ્વારા પ્રધાનમંત્રીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા હાકલ કરાઇ હતી તેમજ આગામી ચુંટણીમા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસના સુત્રને સાર્થક કરી આગામી 2047 સુધીમાં ભારત દેશને વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાન મોદીના સંકલ્પને પરિપૂર્ણ કરવા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલાને વિજયી બનાવવા અપીલ કરી હતી.આ કાર્યક્રમમા મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસા પારેધી, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત પુર્વ ચેરમેન જયંતિ પડશુંબીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોક દેસાઇ, ઉપપ્રમુખ બચુ અમૃતિયા, ચેરમેન રાજુ પરમાર, પુર્વ ચેરમેન હંસા સોલંકી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.