ઠાકોર સમાજની મિટિંગમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી.મોરબી : મોરબી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ધર્મગુરુ સંત વેલનાથબાપુની ભવ્ય શોભાયાત્રાનું આગામી તા.23ને મંગળવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.મોરબી ખાતે ગઈકાલે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં સર્વ આગેવાનોની હાજરીમાં સર્વોના મતે સંત વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ પદે દિપક સારલા, ઉપપ્રમુખ પદે ગોપાલ સીતાપરાની નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમા શોભાયાત્રાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.જેમાં તા. 23ના રોજ સવારે 8 કલાકે રેલવે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિર મોરબીથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે જે શહેરના મુખ્ય માર્ગ પરથી વીસી ફાટક, મયુર પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, 8 એ નેશનલ હાઇવે થઈને સો-ઓરડી જિલ્લા પંચાયત કચેરી પાછળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પુર્ણાહુતિ કરશે. જ્યાં બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ તેમજ બહેનોને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.