મોરબી: શહેરના નવલખી રોડ, રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે તારીખ 18 એપ્રિલ ગુરૂવારે માતાજીનો નવરંગો માંડવો યોજાશે. આ વિવિધ કાર્યક્રમો અંતર્ગત થાંભલી રોપણ, મહાઆરતી, હવન, મહાપ્રસાદ, ડાકલાની રમઝટ સહિત પ્રસંગોનો લાભ લેવા લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.મહાઆરતી સાંજે 7:00 કલાકે, મહાપ્રસાદ સાંજે 6:00 કલાકે તેમજ ડાકલાની રમઝટ રાત્રે 9:00 કલાકે રાખવામાં આવ્યા છે. રાવળદેવ હિતેશભાઈ (ગોંડલવાળા), ભુવા ચાવડા દિનભા બાપુ (રામપરા), ભુવા કાનજી ગરીયા, ભુવા દેવાભાઈ રબારી, ભુવા ધીરૂભાઈ ગણેશીયા, ભુવા યુવરાજસિંહ, ભુવા લખનભાઈ મકવાણા સહિતના ડાકલા કાર્યક્રમમાં સામેલ થવાના છે.