વાંકાનેર : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીકથી એલસીબી પોલીસે બાતમીને આધારે 400 લીટર દેશી દારૂ ભરેલી જીજે - 13 - એબી - 6468 નંબરની ઇકો કાર સાથે આરોપી મુકેશ રતિલાલ પરમાર રહે.મૂળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ રૂપિયા 3.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં દેશી દારૂનો આ જથ્થો મુન્નાભાઈ રાજપૂતે મંગાવ્યો હોવાની આરોપીએ કબૂલાત આપતા એલસીબી પોલીસે બન્ને વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવા કાર્યવાહી કરી હતી.